સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે જયપુરમાં બિલ્ડીંગ પડવાનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જયપુર ડેવલોપમેન્ટ ઓથોરિટી જયપુરમાં પેપરલીક માઇસ્ટરમાઈન્ડના કોચિંગ સેન્ટરની નજીકની ઇમારતને પણ તોડી પાડી છે.
મળતી માહિતી અનુસાર જેડીએની પરવાનગી વિના રહેણાંકની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ પાંચ માળની બિલ્ડીંગને તોડી પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પાંચ માળની બિલ્ડીંગને તોડવાનું કામ 20 જાન્યુઆરીના રોજ સવારે થયું હતું. પરંતુ ગઈકાલે આખો દિવસ ટેકનિકલ સમસ્યાઓના કારણે બિલ્ડીંગ તે લોકો નીચે પાડી શક્યા ન હતા.
આજરોજ સવારે ફરીથી બિલ્ડીંગ નીચે પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મશીનરી વડે બિલ્ડીંગના પાયા નબળા કરવામાં આવ્યા હતા. બિલ્ડીંગના પાયા નબળા થયા બાદ રમકડાની જેમ માત્ર 5 સેકન્ડમાં બિલ્ડીંગ તૂટીને નીચે પડી ગયું હતું
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આ બિલ્ડીંગ સુખવિહાર યોજનાના પ્લોટ પર બનાવવામાં આવ્યું હતું. કોમર્શિયલ ઉપયોગ માટે રહેણાંકની 296 યાર્ડ જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ જ્યારે બિલ્ડીંગનું બાંધકામ થતું હતું ત્યારે નોટિસ આપીને કામ અટકાવવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
પરંતુ ત્યારે કોર્ટમાંથી સ્ટે લીધા બાદ પ્લોટના માલિકે બિલ્ડીંગનું કામકાજ ચાલુ રાખ્યું હતું. ગયા વર્ષે કોટે સીલ ખોલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ બિલ્ડીંગના માલિકે જેડીએને જાણ કર્યા વગર જ સીલ ખોલી નાખ્યું અને બિલ્ડીંગનું કામકાજ પૂર્ણ કર્યું હતું.
View this post on Instagram
ત્યારબાદ તો જેડીએને આ ઇમારતને ગેરકાયદેસર કેટેગરી ગણીને સંપૂર્ણ રીતે બિલ્ડીંગને તોડી નાખી હતી. બિલ્ડીંગ ભણવાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment