પતિએ પોતાની પત્નીના બોયફ્રેન્ડના શરીરના કુહાડી 10-12 ટુકડા કરી નાખ્યા, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ આગળ વાંચજો…

Published on: 10:36 am, Sun, 22 January 23

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રીક્ષા ચાલકે પોતાની પત્નીના બોયફ્રેન્ડ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. માહિતી અનુસાર કે પોતાની પત્નીના બોયફ્રેન્ડને ફોન કરીને જયપુર બોલાવ્યો હતો અને ત્યાં તેનો જીવ લઈ લીધો હતો.

પછી આરોપી પતિએ કુહાડી વડે બોયફ્રેન્ડના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા. પછી તે ટુકડા એક કોથળામાં ભરીને કેનાલના કિનારે ફેંકી દીધા. આ કાળજુ કંપાવી દેનારી ઘટના ગાઝિયાબાદમાંથી સામે આવી રહી છે. પોલીસે આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે અને કેનાલના કિનારેથી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહના ટુકડા પણ કબજે કર્યા છે.

પોલીસે જણાવ્યું કે, શનિવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન પર માહિતી મળી કે એક કોથળામાં મૃતદેહ મળી આવ્યું છે. શરીરના કેટલાક અંગો કોથળાની બહાર નીકળી ગયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે જોયું તો આ એક યુવકનું મૃતદેહ હતું અને તેના મૃતદેહ નાના નાના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકની ઓળખ અક્ષય તરીકે થઈ હતી. તે રાજસ્થાનના જયપુર જિલ્લાના કોટપુતલનો વતની હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પામેલો અક્ષર છેલ્લી વખત એક રીક્ષા ચાલક સાથે જોવા મળ્યો હતો.

આ રીક્ષા ચાલકનું નામ મિલાલ હતું અને તે આદર્શ કોલોની ઘોડાનો રહેવાસી છે. ત્યારબાદ પોલીસે મિલાલને કસ્ટડીમાં લીધો હતો. તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે, અક્ષયના તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ હતા. તેને તેની પત્નીને ઘણી વખત અક્ષય સાથે ફોન પર વાત કરતાં પકડ્યો હતો.

અક્ષય લગભગ ત્રણ વર્ષ પહેલાં ગાઝિયાબાદમાં રહેતો હતો. આ દરમિયાન અક્ષય અને તેની પત્નીનું અફેર થયું હતું. આરોપીએ વધુમાં જણાવ્યું કે તેને પોતાની પત્ની પાસે અક્ષયને ફોન કરાવ્યો હતો અને તેને ગાઝિયાબાદ બોલાવ્યો હતો. જેથી 19 જાન્યુઆરીના રોજ અક્ષય ગાઝિયાબાદ આવ્યો હતો.

આ દરમિયાન આરોપીએ અક્ષયનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેના શરીરના 10-12 ટુકડા કરી નાખ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ આરોપીએ રાત્રિના સમયે અક્ષયના મૃતદેહના ટુકડા એક કોથળામાં ભરીને કેનાલ પાસે ફેંકી દીધા હતા. 21 જાન્યુઆરીના રોજ આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ પોતાની પત્નીના બોયફ્રેન્ડના શરીરના કુહાડી 10-12 ટુકડા કરી નાખ્યા, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*