એ…એ…ગયું..! માત્ર 5 સેકન્ડમાં એક મોટી ભેખડ તૂટીને નીચે પડી, એક વ્યક્તિનું મોત… જુઓ ઘટનાનો લાઈવ સીસીટીવી ફૂટેજ…

હાલમાં બનેલી એક ભેખડ તૂટીને નીચે પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં માત્ર 5 સેકન્ડમાં એક મોટી ભેખડ તૂટીને નીચે પડી હતી. આ ઘટના ભૂજથી અંદાજિત 100 km દૂર ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામની સીમામાં શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર સાંજના 6:30 વાગ્યાની આસપાસ માઈલ સ્ટોનની ખાણમાં પથરા તોડવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન અચાનક જ 40 થી 50 ફૂટ ઉપચાર ડુંગર પરથી એક મોટો પથ્થર તૂટીને નીચે પડ્યો હતો. આ ઘટનામાં નીચે ઉભેલા ચાર જેટલા લોકો દટાઈ ગયા હતા.

જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હજુ પણ બે લોકો નીચે દટાયેલા છે. તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. હજુ તેની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક નીચે દબાઈ ગયા છે. અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અચાનક જ એક મોટા પર્વતનો એક ટુકડો અચાનક જ તૂટીને નીચે પડે છે.

ભેખડ નીચે પડતા જ ભારે ડમરી ચડી હતી. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. હજુ સુધી બે શ્રમિકો નીચે આવેલા છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આજરોજ સવારે તંત્ર દ્વારા શ્રમિકોને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિની સારવાર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસની ટીમ અને ભુજના મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*