ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસની અંદર ઘૂસી ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી ટ્રક ટ્રોલ પ્લાઝાની ઓફીસની અંદર ઘૂસી જાય છે.વડોદરા થી સુરત જતા નેશનલ હાઈવે 48 પર કરજણ પાસે ટોલ પ્લાઝા આવેલું છે. ત્યાં આજરોજ 4.07 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક પૂરપાટ ઝડપે આવતો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસ ની અંદર ઘૂસી ગયો હતો.
આ દરમિયાન ઓફિસની અંદર હાજર કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. ટ્રક જ્યારે કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં પૂછે છે ત્યારે કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. સાંજના ચાર વાગ્યાની આસપાસ ઓફિસની અંદર કર્મચારીઓ પોત પોતાનું કામ કરી રહ્યા હતા.
ત્યારે કેટલાક કર્મચારીઓ ઓફિસની બહાર નીકળે છે. આ સમય એક ઝડપી ટ્રકે અચાનક ઓફિસની અંદર ઘૂસી આવ્યો હતો. જ્યારે ટ્રક ઓફિસ તરફ આવતો હતો. ત્યારે ટ્રકને જોઈને ઓફિસની અંદર હાજર કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગે છે. સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
એ…એ…ગયો..! ઝડપી ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… જુઓ અકસ્માતના લાઈવ દ્રશ્યો… pic.twitter.com/MudLFCDmYT
— GUJJU ROCKZ (@gujju_rockz) December 6, 2022
આ ઘટનામાં ઓફિસની અંદર હાજર કર્મચારીઓનો માંડ માંડ જીવ બચ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment