હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કાર અને બાઈક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યો હતો.
આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયેલા યુવક અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે હાલમાં યુવકની હાલત ખૂબ જ નાજુક છે. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ વિડીયો રાજસ્થાનના ઝુનઝુનું જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 35 વર્ષનો ઝંડુ રામ નામનો યુવક મજૂરી કામ કરે છે. સોમવારના રોજ ઝંડુ રામ પોતાની બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી ખૂબ જ ઝડપમાં આવતી બ્રેઝા કારે તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
એ…એ…ઉડાડ્યો…! ઝડપી કાર ચાલકે બાઇક સવાર યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/OtZNA2zXb2
— GUJJU ROCKZ (@gujju_rockz) September 5, 2023
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવક લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને રોડ પર ફટકાયો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને ઉપાડીને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હાલમાં યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment