એ..એ..ઉડાડ્યા..! ઝડપી પીકઅપ ચાલકે બાઈક અને PUC વાનને જોરદાર ટક્કર લગાવી, બાઈક સવાર 10 મીટર સુધી રોડ ઉપર ઘસડાયો… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક પીકઅપ ચાલકની બેદરકારીના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે વિડીયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. ઘટનામાં બેકાબુ પીકઅપ ચાલકે સૌપ્રથમ સ્કૂટી પર સવાર 2 લોકોને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ પેટ્રોલ પંપની બહાર પાર્ક કરેલી પીયુસી વાહનને ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે 12:00 વાગ્યાની આસપાસ ઝુંઝુનુના સુલતાના-ચિદાવા રોડ ઉપર બની હતી. ઘટનાનો વિડીયો આજરોજ સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ઝડપી અને બેકાબુ પીકઅપે સૌપ્રથમ એક સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા વાનને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર 2 લોકો હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પિકઅપે વાનને એટલી જોરદાર ટક્કર લગાવી કે વાન 180 ડિગ્રી ગોળ ફરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બની ત્યારે પીકઅપમાં બે લોકો સવાર હતા અને તેઓ દૂધ લઈને સુલતાના તરફ જઈ રહ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક પેટ્રોલ પંપ તરફ જવા માટે રોડ ક્રોસ કરે છે. આ દરમિયાન એક ઝડપી પિકઅપે બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ત્યાર પછી બેકાબુ બનેલા પિકઅપે પેટ્રોલ પંપની બહાર પાડેલા વાનને પણ જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ ચાલક બાઈક સવાર યુવકને 10 મીટર સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર બંને લોકો અને વાનમાં બેઠેલો એક યુવક ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*