ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે, આ ઘટના જાણીને તમે પણ ચોકી ઉઠશો. એક 9 વર્ષની બાળકીએ બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ મહત્તમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી નવ વર્ષની બાળકીનું નામ વર્ષિતા હતું.
આ દર્દના ઘટના હૈદરાબાદના નાગોલુમાં બની છે. માત્ર 9 વર્ષની વર્ષિતાએ એક ઓટો બુક કરાવી, પછી ઘરથી દૂર ચંદ્રાપુર પહોંચી. જ્યાં આવેલી એક બિલ્ડિંગના ચોથા માળેથી વર્ષિતાએ મૃત્યુની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેઓ વર્ષિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ તે પહેલા તો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. વર્ષિતાએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે, વર્ષિતા 5.30 વાગ્યાની આસપાસ ચિપ્સનું પેકેટ ખરીદવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી.
પરંતુ વર્ષિતા મનસુરાબાદથી એક ઓટો બુક કરી અને ચંદ્રપુરી પહોંચી હતી. ઓટોરિક્ષા ચાલકે વર્ષિતાને પૂછ્યું કે અહીં શું કામ આવી. ત્યારે વર્ષિતાએ કહ્યું હતું કે અહીં તેના પિતાની ઓફિસ છે. ત્યારબાદ વર્ષિતાએ રીક્ષા ચાલક દુર્ગેશને એક નંબર પર ફોન કરવાનું કહ્યું હતું. પરંતુ તે નંબર પર કોઈ કોલ રીસીવ કર્યો ન હતો.
ત્યારબાદ દુર્ગેશ પોતાનું 20 રૂપિયાનું ભાડું લઈને ચાલ્યો ગયો હતો.જે બિલ્ડીંગ માંથી વર્ષીતાએ મૃત્યુની છલાંગ લગાવી તે બિલ્ડીંગના ચોકીદારની પત્નીને વર્ષિતા ઉપર શંકા ગઈ હતી. તેથી તેને પોતાની દીકરીને વર્ષિતાની પાછળ મોકલી દીધી હતી. પછી થોડીક વાર બાદ અચાનક ચીસોનો અવાજ સંભળાયો હતો.
ચીસોનો અવાજ સાંભળીને લોકોએ બહાર આવીને જોયું ત્યારે એક બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડેલી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. વર્ષીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment