છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 70 વર્ષની ગુજરાતી મહિલાએ બુધવારના રોજ સવારે અગાસી પરથી નીચે મોતની છલાંગ લગાવીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના મીરા રોડમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલા શાંતિનગરમાં બની હતી.
પોતાની દીકરી સાથે રહેતી વૃદ્ધ મહિલા બુધવારના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ બેંકે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. પરંતુ વૃદ્ધ મહિલા બેંકે જવાની જગ્યાએ જ્યાં રહે છે તે જ બિલ્ડીંગની અગાસી પર ચડ્યા હતા અને ત્યાંથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
વૃદ્ધ મહિલાના હાથમાં કેટલાક કાગળિયા આપણને જોવા મળ્યા હતા લોકોને લાગ્યું કે આ સુસાઇડ નોટ હશે. પરંતુ તે કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ ન હતી તે બેંકના ડોક્યુમેન્ટસ હતા. હાલમાં પોલીસે આકસ્મિત મૃત્યુનો કેસ નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલી વૃદ્ધ મહિલાનું નામ મીનાબેન કિરીટભાઈ દામાણી હતું અને તેમની ઉંમર 70 વર્ષની હતી.
મીનાબેન મીરા રોડમાં મેઈન સ્ટેશન રોડ પર આવેલ શાંતિનગર સેક્ટર 2ના A-8 નંબરના પ્રેમકિરણ નામની બિલ્ડિંગમાં પોતાની પરિણિત દીકરી સાથે રહેતા હતા. બુધવારના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ મીનાબેન બેંકે જવાનું કહીને ઘરેથી બહાર નીકળી ગયા હતા.
થોડીક વાર પછી એક જોરદાર અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો બહાર નીકળ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે મીનાબેન જમીન પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા છે. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યો છે કે મીનાબેન એ બિલ્ડીંગની અગાસી ઉપરથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment