વરસાદની શરૂઆત થતા જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપનો પ્રકોપ ખૂબ જ વધી જાય છે. આવા સમયમાં સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરમાં સાપ કરડવાના કારણે 6 વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
બાળકીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બાળકીના મૃત્યુના કારણે તેની શાળાના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલે પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટના આજરોજ બેલથરામાં પર બની હતી.
આ ઘટનામાં નગરા પોલીસ સ્ટેશન વિસ્તારના જહાંગીરપુરામાં રહેતા સત્યેન્દ્ર કુમારની દીકરી જાન્હવી યાદવની કરુણ મૃત્યુ થયું છે. જાન્હવી ધોરણ એક માં અભ્યાસ કરતી હતી. શુક્રવારના રોજ રાત્રે તે તેની બહેન સાથે રૂમમાં પલંગ પર શોધી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ એક ખતરનાક સાપે જાન્હવીની આંગળીમાં ડંખ લગાવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો જાન્હવીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ જાન્હવીનું ત્યાં કરુણ મૃત્યુ થયું હતું. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાન્હવીના મૃત્યુના સમાચાર મળતા જ તેની શાળામાં પણ શોખનું મોજુ ફરી વળ્યું હતું.
પરિવારના સભ્યોએ જાણવીને કરડેલા સાપનો પણ જીવ લઈ લીધો છે. જાન્હવીના શાળાના પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર જાન્હવીના મૃત્યુના કારણે શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપલે શોક સભા યોજી હતી.
અને બે મિનિટનું મૌન પાળીને કરીને દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમગ્ર ઘટનાને લઈને આઘાતમાં વાઈસ પ્રિન્સિપલે કહ્યું કે, જાન્હવી યાદવ ખૂબ જ નરમ બોલતી હતી અને તે એક હોનહાર વિદ્યાર્થી હતી. તેના મૃત્યુનું અમને ખૂબ જ દુઃખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment