માતાની આંગળી પકડીને રોડ ક્રોસ કરી રહેલા 5 વર્ષના દીકરાને એક કારે લીધો અડફેટેમાં – માતાની નજર સામે દીકરાનું મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળ્યું હશે જેમાં એક જ ક્ષણમાં હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હનુમાન જયંતીના દિવસે બની હતી. અહીં અકસ્માતમાં એક પાંચ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ મોડી રાત્રે ભોપાલમાં વિધાનસભા બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વારની સામેની બાજુએ એક મહિલા પોતાના પાંચ વર્ષના બાળકને લઈને રસ્તો ક્રોસ કરી રહી હતી.

આ દરમિયાન પાંચ વર્ષના માસૂમ બાળક પોતાની માતાની આંગળી પકડીને ચાલતો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક કારે બાળકને અડફેટેમાં લીધો હતો. કારની જબરદસ્ત ટક્કર ના કારણે બાળક 30 ફૂટ દૂર જઈને પડ્યો હતો. બાળકની માતા દોડીને પોતાના બાળકને ખોળામાં લે તે પહેલા તો બાળકનો જીવ ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પાંચ વર્ષના બાળકનું નામ પ્રિન્સ પટેલ હતું. શુક્રવારના રોજ સાંજે બાળકે પાકમાં જવા માટે જીદ પકડી હતી. એટલા માટે બાળકની માતા પ્રભા પટેલ પ્રિન્સને અને બે દીકરીઓને પાકમાં લઈ જવા માટે નીકળી હતી.

ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ માતા પોતાના બાળકની હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

માત્ર પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પ્રિન્સ પોતાનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*