ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 47 વર્ષના વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જીવ ટૂંકમાં પાછળનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા 47 વર્ષીય રાજેશભાઈ પરમાર નામના વ્યક્તિએ બપોરના 2.30 વાગ્યાની આસપાસ શાકભાજીમાં છાંટવાની દવા પીને પોતાનું જીવન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અચાનક જ તેમની તબિયત બગડતા પરિવારના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજેશભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જ્યારે મૃત્યુ પામેલા રાજેશભાઈના ઘરની તપાસ કરી ત્યારે પોલીસને ત્યાંથી એક અરજી મળી આવી હતી.
તેમાં જાણવા મળ્યું કે રાજેશભાઈ પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.પોલીસને પ્રાથમિક તપાસમાં જે અરજી મળી તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આજથી પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામેલા રાજેશભાઈ મિતલ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતા. પ્રેમ સંબંધ બંધાયા બાદ બંને રાજી ખુશીથી પોતાનો સંબંધ નિભાવતા હતા.
પરંતુ થોડાક સમય બાદ મિતલ રાઠોડને અન્ય યુવક સાથે પ્રેમ થઈ જતા. તેને રાજેશભાઈ પરમાર સાથે ન કરવાનો વ્યવહાર કરીને પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારના લોકો મળીને રાજેશભાઈના વિરુદ્ધમાં ભક્તિનગર પોલીસ ચોકીમાં અવારનવાર ખોટી ફરિયાદ કરીને પૈસાની માંગણી કરીને ધાક ધમકીઓ રાજેશભાઈ ને આપતા હતા.
રાજેશભાઈને તે લોકો શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી આ બધાથી કંટાળીને રાજેશભાઈ આ પગલું ભર્યું હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ તપાસ કરી લે છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ રાજેશભાઈના મૃત્યુનું સાચું કારણ સામે આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment