અમદાવાદમાં 45 વર્ષના યુવાનનું બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાન કરીને માનવતા મહેક આવી… 3 લોકોને નવુંજીવન મળ્યું…

આજકાલ સોશિયલ મીડિયા પર અંગદાન નું મહત્વ સમજાવતા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલમાં અંગદાન નો કાર્યક્રમ સતત સફળતાના શિખરો સર કરી રહ્યો છે. અંગદાન કરવાની વણઝાર ચાલી હોય તે પ્રકારે લોકો સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટે પરિવારજનો આગળ આવી રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા યુવાનની પત્નીએ પોતાના બ્રેઈન્ડેડ પતિ સુરેન્દ્રસિંહ નું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે, જે જરૂરિયાત મંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા 45 વર્ષીય સુરેન્દ્રસિંહ ભંડારી ને પાંચમી ઓગસ્ટે માર્ગ અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવારના અંતે સાજા ન થતા તેઓને બ્રેઈન્ડેડ જાહેર કરાયા હતા.

બ્રેઈન્ડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલરસે છે તેમના પત્ની સહિત તમામ પરિવારજનોને અંગદાન માટેની સમજ આપી. જેનું પરિણામ એવું મળ્યું કે પત્ની એ જ પતિના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું. અંગોના રીટ્રાઈવની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં થયેલ 124 અંગદાનમાં કુલ 400 અંગો મળ્યા છે. આ 124 અંગદાતાઓએ સમાજના અનેક લોકોને અંગદાનની આ મુહિમમાં જોડયા છે. આજે અનેક લોકો આ અંગદાનના સેવા કાર્યથી પ્રેરિત છે. ત્યારે આ લોકોના અંગદાનથી 124 લોકોને નવજીવન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*