સુરત શહેરમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ડોક્ટર હોય એક મહિલાના પેટમાંથી કંઈક એવી વસ્તુ બહાર કાઢી કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વિગતવાર વાત કરીએ તો સુરતની એક 44 વર્ષની મહિલાનું પેટ દિવસેને દિવસે ફુલી રહ્યું હતું. પહેલા તો મહિલાના પરિવારજનોને કંઈ ખબર ન હતી.
પરંતુ ધીમે ધીમે પેટનો આકાર વધી ગયો અને મહિલાને પેટમાં દુખાવો પણ શરૂ થઈ ગયો હતો. આ કારણોસર પરિવારના સભ્યો ખૂબ જ ચિંતામાં પડી ગયા હતા. ત્યારબાદ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યાં મહિલાની સોનોગ્રાફી કરાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, મહિલાના પેટની અંદર એક ખૂબ જ મોટી ગાંઠ છે.
મહિલાના પેટમાં ગાંઠ છે આ વાતની જાણ થતા જ પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં પડી ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા આ મહિલાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આ કારણસર મહિલાનું એક બાજુનું અંગ આખું પેરેલાઈઝ થઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ મહિલાને હાઈ બ્લડ પ્રેશર પણ હતું.
ત્યારબાદ પરિવારના સભ્યોએ ઘણું બધું વિચાર્યું પછી સુરતમાં ડાયમંડ એસોસિયેશન સંચાલિત હોસ્પિટલમાં 30 જાન્યુઆરીના રોજ મહિલાની કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ડોક્ટરે મહિલાના પેટમાંથી 4 કિલો વજનની એક મોટી ગાંઠ બહાર કાઢી હતી.
સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરે જણાવ્યું કે દર્દીનું બ્લડપ્રેશર અને પેરાલીસીસ ની બીમારીના કારણે આ ખૂબ જ ગંભીર હતું. ડોક્ટર હોય ખૂબ જ સફળતાપૂર્વક મહિલાની કોથળીમાંથી ચાર કિલોની ગાંઠ બહાર કાઢી હતી. જો ઓપરેશન દરમિયાન નાની એવી ભૂલ પણ થઈ હોત તો તે મહિલાનો જીવ જોખમમાં મૂકી શકે.
પરંતુ એકદમ સફળતાપૂર્વક ડોક્ટર હોય આ ઓપરેશન કર્યું હતું. મહિલાને નવું જીવનદાન મળતા જ આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. પરિવારના સભ્યોએ ઓપરેશન કરનાર તમામ ડોક્ટરોનો દિલથી આભાર માન્યો હતો. યોગ્ય સમયે મહિલાનું ઓપરેશન થઈ ગયું આ કારણસર મહિલાનો જીવ બચી ગયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment