સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકો રખડતા ઢોરના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં રખડતા ઢોરના ત્રાસનો એક રૂવાડા ઉભા કરી દેનારો વિડિયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં રખડતા ઢોરે 4 વર્ષની માસુમ બાળકોને અડફેટેમાં લઈને તેને ચુંદી નાખી હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી પોતાના ભાઈ સાથે ચોકલેટ ખરીદવા માટે જાતિ હતી આ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી.
આ રુવાડા ઉભા કરી દેનારી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રવિવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ અનુપગઢના બિકાનેર રોડ પાસે પાયલ સ્ટુડિયોની સામેની ગલીમાં બની હતી. મળતી માહિતી અનુસાર 4 વર્ષની સાન્વી નામની બાળકી પોતાના સાત વર્ષના ભાઈ નમન સાથે ચોકલેટ લેવા માટે દુકાને થઈ રહી હતી.
બંને ભાઈ બહેન દુકાનમાંથી બહાર આવ્યા ત્યારે બે ગાયો ત્યાં ઊભેલી હતી. આ દરમિયાન તેમાંથી એક ગાય માસુમ બાળકી ઉપર પ્રહાર કર્યો હતો. બંને ભાઈ બહેનને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાયે બાળકીને જમીન પર પછાડી દીધી હતી. ત્યારબાદ ગાયક બાળકીને ચુંદી નાખી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
લોકોએ લાકડી વડે ગાયને ભગાડવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ ગાય ત્યાંથી ભાગવા માટે તૈયાર ન હતી. પછી થોડીક વાર રહીને ગાય ત્યાંથી ચાલી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો બાળકીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ભાઈ સાથે ચોકલેટ લેવા જતી 4 વર્ષની બહેનને ગાયે પગ વડે ચુંદી નાખી, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે… pic.twitter.com/pLT65X4v8d
— GUJJU ROCKZ (@gujju_rockz) April 19, 2023
ત્યારબાદ બાળકીના માતા-પિતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટે જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રકારની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment