Bangalore Accident CCTV footage: દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની(Accident) ઘટનાઓ વધી રહી છે. ઘણી અકસ્માતની ઘટનામાં એક જણાની નાની એવી ભૂલના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ(Accident CCTV footage) સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટના બેંગ્લોર(Bangalore) માંથી સામે આવી રહી છે.
અહીં એક પાણીના ટેન્કરની નીચે કચડાઈ જવાના કારણે 4 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, એક સાંકડી ગલીમાં એક ટ્રેક્ટર આવતું નજરે પડી રહ્યું છે, ટેકટરની પાછળ પાણીનું ટેન્કર જોડેલું છે.
આ દરમિયાન ત્યાંથી ચાલીને જતો એક 4 વર્ષનો બાળક ટ્રેક્ટરના ટેન્કરના ટાયરની નીચે કચડાઈ ગયો હતો. આ ઘટનામાં માસુમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણસર બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેટલાક લોકો ટ્રેક્ટર ચાલકને પકડવા માટે તેની પાછળ દોડી હતા.
હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાંકડી ગલીમાં બે બાળકો ચાલીને જતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સામેથી એક ટ્રેક્ટર આવે છે. ટ્રેક્ટર બાળકોની બાજુમાંથી પસાર થાય છે.
ವಾಟರ್ ಟ್ಯಾಂಕರ್ ಚಾಲಕನ ನಿರ್ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ಬಾಲಕ ಬಲಿಯಾಗಿರುವ ಘಟನೆ ಬೆಂಗಳೂರು ಹೊರವಲಯದ ಬನ್ನೇರುಘಟ್ಟ ಸಮೀಪದ ಸಿ.ಕೆ ಪಾಳ್ಯದಲ್ಲಿ ನಡೆದಿದೆ. ಟ್ಯಾಂಕರ್ 4 ವರ್ಷದ ಬಾಲಕನ ಮೇಲೆ ಹರಿದು ಹೋದ ಭೀಕರ ದೃಶ್ಯ ಸಿ.ಸಿ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಸೆರೆಯಾಗಿದೆ. #Newsfirstlive #Accident #Bangalore #Anekal #Childdeath #KannadaNews #CCTV pic.twitter.com/qccMLQZku6
— NewsFirst Kannada (@NewsFirstKan) June 7, 2023
આ દરમિયાન ચાર વર્ષનો માસુમ બાળક ટ્રેક્ટરની પાછળ બાંધેલા ટેન્કરની અડફેટેમાં આવી ગયો હતો. જેના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ટ્વીટર પર NewsFirst Kannada નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment