ટ્રેક્ટર પર રમતા 4 વર્ષના માસૂમ બાળકે ટ્રેક્ટર ચાલુ કરી દીધું, બાળક અને ટ્રેક્ટર 70 ફુટ ઉંડા કુવામાં ખાબકી – બાળકનું કરૂણ મૃત્યુ…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર 4 વર્ષના માસૂમ બાળકે રમતા રમતા ચાલુ કરી દીધું હતું અને બાળક ટ્રેક્ટર સાથે 70 ફૂટ ઊડા કૂવામાં પડયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મોડી રાત્રે બાળકને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બાળકને કુવામાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ચોંકાવનારી ઘટના જેતપુરના આરબ ટિંબડી ગામની સીમમાં બની હતી. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર આરબ ટિંબડી ગામની સીમ વિસ્તારમાં આવેલી શંભુભાઈની વાડીમાં મજૂરી કામ કરતા લક્ષ્મણ ભાઈનો ચાર વર્ષનો દીકરો રમી રહ્યો હતો. ચાર વર્ષના માસૂમ બાળકનું નામ દીપક હતું. તેને ટ્રેક્ટર પર રમતા રમતા ટ્રેક્ટરનો સેલ્ફ લગાવી દીધો હતો.

આ કારણોસર ટ્રેક્ટર ચાલુ થઈ ગયું અને કૂવાની પારા પેટ તોડીને ટ્રેક્ટર અને બાળક બંને 70 ફુટ ઉંડા કુવામાં ખાબક્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ફાયર વિભાગની ટીમે મોડી રાત્રે ટ્રેક્ટરની કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર 11.30 વાગ્યાની આસપાસ ટ્રેકટરને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

ત્યારબાદ 11.55 વાગ્યાની આસપાસ કૂવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરૂરી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોય. આ ઘટના બનતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*