માતા-પિતાની નજર સામે 4 વર્ષની લાડકી દીકરી કારમાં જીવતી સળગી ગઈ, દીકરી બચવા માટે બૂમા-બૂમ કરતી રહી પરંતુ…દીકરીના મોતની ચીસો સાંભળીને કાળજુ કંપની ઉડશે…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે. જેના વિશે સાંભળીને આપણે પણ દુઃખી થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ચાલતી સ્વિફ્ટ કારમાં અચાનક જ આગ લાગતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં માતા-પિતાની નજર સામે કારમાં સવાર 4 વર્ષની બાળકી જીવતી સળગી ગઈ હતી.

સમગ્ર ઘટનાનો એક કાળજુ કંપાવતો વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો અચાનક જ કારમાં આગ લાગતા પરિવારના અન્ય સભ્ય બહાર નીકળી ગયા હતા. પરંતુ કારની આગળની સીટમાં બેઠેલી 4 વર્ષની માસુમ બાળકી બહાર નીકળી શકી ન હતી અને તે આગની જપેટમાં આવી ગઈ હતી.

દીકરી બુમાબુમ કરતી રહી પરંતુ આસપાસ ઉભેલા લોકો અને પરિવારના સભ્યો દીકરીનો જીવ બચાવી શક્યા નહીં. આ સમગ્ર ઘટના પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ફરીદાકોઠાના રહેવાસી ગુરજીતસિંહ પોતાની પત્ની, ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે સ્વીફ્ટ કારમાં ધર્મકોટા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક જ કારમાં ટેકનિકલ ખામી આવી ગઈ હતી. આ કારણોસર ગુરજીતસિંહ કાર રોડની સાઈડમાં પાર્ક કરી હતી. જ્યારે ગુરજીતસિંહ કારમાં શું ખામી છે તે તપાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ કારમાં આગ લાગી ઉઠી હતી. આગ લાગતા જ તેઓ પોતાની પત્ની બે દીકરીઓ અને પુત્ર સાથે કારમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ આગળની સીટમાં બેઠેલી 4 વર્ષની દીકરી તનવીરને તેઓ યોગ્ય સમયે કારમાંથી બહાર કાઢી શક્યા નહીં.

કારમાં આગ લાગેલી જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ લોકોએ ભેગા મળીને કારમાં લાગેલી આગ બુજાવીને દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લોકો દીકરીને બચાવી શક્યા નહીં. આ ઘટનામાં માતા પિતાની નજર સામે ચાર વર્ષની દીકરીનું મોત થતા માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

આ ઘટનાને વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પરિવારજનોને સોંપ્યું હતું. માત્ર ચાર વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યો સહિત આખા ગામમાં માતમ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*