રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી મહિલા સાથે, બેકાબુ બનેલા ઘોડાએ કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે…

Published on: 11:22 am, Tue, 7 March 23

દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. આ બંનેના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બેકાબૂ બનેલા ઘોડાએ રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાની એવી હાલત કરી કે વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો હરિયાણાના ફતેહાબાદના રતિયા વિસ્તારમાં એક ઘોડો અચાનક જ બેકાબુ થઈ ગયો હતો. બેકાબુ બનેલા ઘોડાએ રસ્તા ઉપર જતી મહિલા ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ત્યાંથી પસાર થતા અન્ય લોકોએ ભારે મુશ્કેલીથી મહિલાને મોતના મુખમાંથી બચાવી હતી. બેકાબુ બનેલા ઘોડાએ સૌપ્રથમ મહિલા ઉપર પ્રહાર કર્યા હતા અને મહિલાને મોઢામાં પકડીને ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા ચોક પરથી પસાર થઈ રહી હતી. આ ચોક પર પહેલેથી જ એક ઘોડો આટા ફેરા મારતો જોવા મળી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ચોકમાં ઉભેલા ભોળા પાસેથી જ્યારે મહિલા પસાર થાય છે. ત્યારે અચાનક જ ઘોડો મહિલાઓ પર પ્રહાર કરીને તેને જમીન પર પાડી દે છે.

ત્યારબાદ મહિલાને મોઢામાં પકડીને પોતાની સાથે ઘસડીને લઈ જાય છે. મહિલાને બચાવવા માટે ત્યાં હાજર અન્ય લોકો ઘોડાની પાછળ દોડી હતા. ત્યાં હાજર તમામ લોકો બુમા બુમ પાડી રહ્યા હતા. ઘોડાએ થોડીક દૂર જઈને મહિલાને છોડી દીધી હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો મહિલા ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાલમાં મહિલાની સારવાર ચાલુ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. અચાનક જ ઘોડો કયા કારણોસર બેકાબુ બની ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી મહિલા સાથે, બેકાબુ બનેલા ઘોડાએ કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*