ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 32 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જતા રિબાઈ રિબાઈને મોત… આખા ગામમાં માતમ છવાઈ ગયો…

વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં એક યુવકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ વાતના સમાચાર મળતા જ યુવકના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગામના લોકોએ અને સ્થાનિક તરવૈયાઓ હોય યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી, ઘણી શોધખોળ કરી પરંતુ યુવકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

એટલે છેવટે ઘટનાની જાણ ડભોઇ અને વડોદરા ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તળાવમાં શોધખોળ શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ બેચરભાઈ તડવી હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી.

મુકેશભાઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધર્મપુરી ગામમાં રહેતા હતા. જાણવા મળી રહ્યું છે તે મુકેશભાઈ ગામમાં આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા. તળાવમાં નહાતી વખતે મુકેશભાઈ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા અને તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

પછી તળાવમાં મુકેશભાઈની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ત્યાર પછી ફાયર વિભાગની ટીમની તળાવમાં મુકેશભાઈની શોધખોળ શરૂ કરી દીધી હતી અને લગભગ બે કલાક બાદ તેમનું મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યું હતું.

ત્યાં સુધીમાં તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*