રાજકોટમાં(Rajkot ) બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં(Rajkot) લીમડા ચોક પાસે આવેલ એવરેસ્ટ બિલ્ડીંગના(Everest Building) છઠ્ઠા માળેથી નીચે પડતા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અશ્વિનભાઈ અમરશીભાઈ બાવળીયા હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. અશ્વિનભાઈ મૂળ જસદણના હડમતીયા ગામના વતની હતા.
તેઓ મૂળ હડમતીયા ગામના વતની હતા અને હાલમાં માંડા ડુંગરામાં આવેલ જે.કે રેસીડેન્સીમાં રહેતા હતા. એવરેસ્ટ બિલ્ડીંગના છઠ્ઠા માળેથી નીચે પડી જવાના કારણે અશ્વિનભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અશ્વિનભાઈ લીમડા ચોક પાસે આવેલી એવરેસ્ટ બિલ્ડીંગના છઠ્ઠા માળે સી.એની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતા હતા.
ગઈકાલે સાંજના ચાર વાગ્યાની આસપાસ લંચ ટાઈમ હોવાના કારણે અશ્વિનભાઈ ફોનમાં વાત કરતા હતા. ફોનમાં વાત કરતા કરતા અશ્વિનભાઈ ઓફિસની ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ ગેલેરીમાંથી નીચે પડ્યા હતા આ ઘટનામાં અશ્વિનભાઈના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ તેમને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ ને સારવાર મળે તે પહેલાં તો તેમનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ એ ડિવિઝન પોલીસ મથકના હે.કો લાભુભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ અશ્વિનભાઈના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આ સુસાઇડ નો બનાવ છે કે અકસ્માતે અશ્વિનભાઈ નીચે પડ્યા છે. તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. અશ્વિનભાઈના મૃત્યુના કારણે એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment