32 વર્ષના યુવકે વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું, વીડિયોમાં કહ્યું કે “હું બાબા મહાકાલનો ભક્ત છું, મને મરવાનો…” જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહેશે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. સુસાઇડ પહેલા યુવકે વિડીયો બનાવ્યો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડ અને તેના પરિવારના સભ્યોના કારણે આ પગલું ભરી રહ્યો છે.

આ ઉપરાંત યુવકે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટનાની જાણ તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ મધ્યપ્રદેશમાં બની હતી. આ ઘટનામાં એક યુવકે વડાપ્રધાન આવાસ બનતો હતો ત્યાં થાંભલા સાથે લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મૃત્યુ પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેમાં તેને પોતાની આપ વીતી જણાવી હતી. વીડિયોમાં યુવક કહેતો હતો કે, “હેલો મિત્રો, કેમ છો. હું આ સમયે સુસાઇડ કરવાનો છું. હું મારી જાતને ફાંસી આપવાનો છું, મારા મૃત્યુ પછી મને ન્યાય અપાવજો. હું મારી જાતે આ દોરડા વડે લટકાવવાનો છું. મારા મૃત્યુ પાછળ એક યુવતી અને તેના માતા પિતા જવાબદાર છે.

આ છોકરીએ મને પ્રેમ જાળમાં ફસાવીને મારા બધા રૂપિયા ખાઈ ગઈ છે. હું ઇન્દોરમાં હતો, મારું કામ ખૂબ જ સારું હતું. હું તે લોકોને પૈસા આપતો હતો. એ લોકોએ મને સાવ દબાવી દીધો. આ ઉપરાંત યુવા કે વીડિયોમાં પોતાની અને યુવતી વચ્ચે થયેલી કેટલીક વાંધાજનક વાતો પણ કરી હતી. આ સાથે યુવકે એમ પણ કહ્યું હતું કે, મેં યુવતીને ઇએમઆઇ માંથી બે મોબાઇલ પણ ખરીદી દીધા હતા, પોલીસ તપાસ કરશે તો સત્ય બહાર આવશે.

આ ઉપરાંત યુવકે વિડીયોના અંતમાં કહ્યું હતું કે, “હું બાબા મહાકાલ નો ભક્ત છું, મને મરવાનો ડર નથી. હું હમણાં જ જઈશ, હું માત્ર મારું શરીર બદલી રહ્યો છું, જેવી મારી મોત થશે તેવી જ 30 સેકન્ડમાં હું બીજો જન્મ લઈશ. બાબા મહાકાલ ના પ્રતિનિધિ તરીકે હું સંપૂર્ણ શક્તિ સાથે પાછો આવીશ.

હું આવા લોકોનો કાળ બનીને આવીશ. યુવાકે મૃત્યુ પહેલા લગભગ સાડા સાત મિનિટ નો વિડીયો બનાવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ સોની હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. શુક્રવારના રોજ નરેશ સોનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*