આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ડમ્પર ચાલકે સ્કુટી સવાર મહિલાને કચડી નાખી હતી. આ કારણોસર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. મહિલાનું મોત થતાં જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃત્યુ પામેલી મહિલાનું નામ નેહા મહેશભાઈ પંડ્યા હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના કાંદીવાલી વેસ્ટના મહાવીર નગર અને લિંક રોડના સિગ્નલ પર બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ ગાંધીવાદી પોલીસે ડમ્પરના ડ્રાઇવરની ધડ પકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે શતાબ્દી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે મહિલાને અમૃત જાહેર કરી હતી. વિગતવાર વાત કરીએ તો નેહા ચારકોપની ઇમિટેશન જ્વેલરીની એક કંપનીમાં કામ કરતી હતી.
જ્વેલરીના માલિક નેહાને પોતાની દીકરીની જેમ રાખતા હતા. જાણવા મળી રહ્યું છે કે નેહા બપોરના સમયે શેઠનું ટિફિન લેવા માટે તેમના મહાવીર નગરમાં આવેલા પ્લેટ પર જઈ રહી હતી. શેઠના ટિફિન સાથે જ નેહાનું પણ ભોજન આવતું હતું. આ દરમિયાન રસ્તામાં તે મહાવીર નગરના સર્કલ પર ઉભી હતી.
સિગ્નલમાં ગ્રીન લાઈટ થતાં જ નેહા મહાવીર નગર તરફ આગળ વધી હતી. આ દરમિયાન એક ડમ્પર ચાલકે નેહાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં નેહા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. નેહાએ હેલ્મેટ પહેર્યું હતું, છતાં પણ આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલી નેહાને રિક્ષામાં શતાબ્દી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં હાજર ડોકટરે નેહાને મૃત જાહેર કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment