છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશભરમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક 28 વર્ષની યુવતીએ સોમવારના રોજ ભાડાના મકાનમાં ગળેફાંસો લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી હતી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પટનામાં બની હતી. મળતી માહિતી અનુસાર, ઉષા રાની નામની યુવતી ફુલવારી શરીફની વૃંદાવન કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતી હતી.
સોમવારના રોજ બપોરના સમયે પોલીસને માહિતી મળી હતી કે, ઉષા રાની પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉષા રાનીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પોલીસે રૂમની તપાસ કરી ત્યારે રૂમમાંથી ઉષા રાનીએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં ઉષા રાનીએ લખ્યું હતું કે, “સોરી મમ્મી, સોરી પપ્પા”, જ્યારે મારા મૃત્યુનું કારણ શીતલ ટોપોનો પુત્ર અમિત ટોપો છે. સુસાઇડ નોટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉષા પટનાના એમ્સમાં નર્સ તરીકે કામ કરતી હતી. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઉષા કોઈ અમિત નામના યુવકના પ્રેમમાં હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અમિત સાથે ઉષા અને કોઇ વાતને લઇને વિવાદ થયો હતો.
આ કારણોસર ઉષાએ પોતાનું જીવન ટુંકાવ્યું હશે, તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment