છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. વલસાડમાં અતુલ નજીકથી રહેતા વહેતી પાર નદીના જુના પુલ પરથી એક 27 વર્ષના યુવાને કાર સાથે નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
વિગતવાર વાત કરીએ તો મૂળ સોમનાથ જિલ્લાના 27 વર્ષના યુવા બિલ્ડરે 80 લાખની લક્ઝરી કાર સાથે નદીમાં મોતની સલામ લગાવી હતી. મૃત્યુ પામેલા યુવાનના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. પરિવારમાં બધું એકદમ સરખું ચાલી રહ્યું હતું અને પરિવારમાં કોઈ પણ પ્રકારનો પારિવારિક ઝઘડો પણ ન હતો.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ સાગર રાઘવભાઈ ગુજ્જર હતું અને તેઓ વાપીમાં એક ખૂબ જ મોટા બિલ્ડર હતા. સાગરભાઇ પોતાના પરિવાર સાથે વલસાડના કૈલાસ રોડ ઉપર રહેતા હતા. સાગર વાપીમાં ઘણા બધા સફળ પ્રોજેક્ટ કર્યા છે. ઘટનાના દિવસે સાંજના સમયે સાગરે પોતાની GJ 15 CN 1011 નંબરની જીપ ગ્રાન્ડ કાર લઈને વલસાડના આતુલ્ય નજીકથી રહેતી પાર નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
મળતી માહિતી અનુસાર પાર નદીની ઉપર એક જુનો પુલ છે અને તે બંધ છે. જેના કારણે બંધ પુલ પર બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. સાગર એ કાર લઈને બેરીકેટ તોડ્યા હતા અને કારની સાથે જુના પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બની ત્યારે આસપાસ કેટલાક લોકો ઊભા હતા.
તેઓ બુમાબુમ કરી રહ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અને ગામના તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાર પછી હોડીની મદદથી નદીમાં પડેલી કાર સુધી તરવૈયાઓ પહોંચ્યા હતા. તે લોકોએ યુવકને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ યુવક સારી રીતે કારમાં ફસાઈ ગયો હતો અને તે યોગ્ય સમયે બહાર નીકળી ન શક્યો જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું.
ત્યાર પછી ક્રેનની મદદથી નદીમાં ડૂબેલી કારને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. બે મહિના પહેલા જ યુવકના લગ્ન થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment