આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઊઠે છે. ઘણા અકસ્માત એવા હોય છે જેમાં લોકને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. હાલમાં સુરતના પીપલોદ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગ પરથી લોખંડ નો ટેકો 25 વર્ષીય યુવક પર પડતા મોત નીપજ્યું હતું.
માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે સાથી કામદારોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશમાં 25 વર્ષીય વિનોદ સતરામ વર્મા ડીંડોલી વિસ્તારમાં આવેલી સનસીટી રો હાઉસમાં રહેતો હતો.
પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે, વિનોદ નવ વર્ષથી બિલ્ડિંગમાં પીઓપી નું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. વિનોદ હાલમાં પીપલોદ વિસ્તારમાં આવેલી નવનિર્મિત બિલ્ડીંગ પેલેડિયમ ટાવરમાં પીઓપી કરવાનું કામ કરતો હતો. આ દરમિયાન બે દિવસ પહેલા કામકાજ માટે ચાલતા જતો હતો ત્યારે ઉપરથી બાંધકામનો લોખંડનો ટેકો પડ્યો હતો.
લોખંડનો ટેકો પડવાને કારણે વિનોદના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. વિનોદ ને ગંભીર ઈજા થતા સાથી કામદારો નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી વિનોદના પરિવારને જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ પોલીસે સાથી કામદારોના નિવેદન લઇ મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment