એક 25 વર્ષના યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પોસ્ટમાં લખ્યું હતું એવું કે – જાણો સમગ્ર ઘટના…

મિત્રો જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ પગલું ભરતા પહેલાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું આ બંને લોકોના કારણે આ પગલું ભરી રહ્યો છું’.

ત્યારબાદ ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના છત્તીસગઢના કાંકેર જિલ્લામાં બની હતી. મૃત્યુ પામેલા અને મહુવામાં યુવકનું નામ રાજાસાહું હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર રાજાના પરિવારના લોકો ગુરૂવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ સુઈ ગયા હતા.

રાજા પણ પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. જ્યારે પરિવારના લોકો સવારે ઉઠ્યા, ત્યારે તેમને રાજાની રૂમમાં રાજાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે તે ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનાની જાણ એ રાજાના મિત્રોને થતાં તેઓ પણ તાત્કાલિક રાજાના ઘરે પહોંચી આવ્યા હતા. મિત્રોએ પોલીસને જણાવ્યું કે, રાજા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં લખ્યું હતું કે, હું આ બંનેના કારણે આ પગલું ભરી રહ્યો છું. આવજો…

આ પોસ્ટની અંદર રાજાએ લકી અને વિક્રમ નામના બે યુવકોનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, રાજાએ જે બે યુવકોના નામ લખ્યા હતા, તે બંને યુવકો સાથે રાજાનો શું મામલો હતો. જેને લઇને રાજાએ આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*