હાલમાં ગાંધીનગરમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર GMERS મેડિકલ કોલેજમાં વધુ એક સ્ટાફ નર્સે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી.
હજુ થોડા દિવસો પહેલા જ એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ નવમા માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે 24 વર્ષીય સ્ટાફ નર્સે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીનું નામ ક્રિશા રમેશભાઈ દાડકા હતું. તેની ઉંમર 24 વર્ષની હતી. ક્રિશાએ ઓક્ટોબર મહિનામાં ગાંધીનગર GMERS મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે જોડાઈ હતી. ક્રિશાનું વતનમાં રહે છે.
જ્યારે ક્રિશા સેક્ટર 7/બી પ્લોટ નંબર 682/2માં ભાડે રહેતી હતી. ગઈકાલે બપોરે ક્રિશાએ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ ક્રિશાના પરિવારજનોને કરવામાં આવી હતી અને તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. ક્રિશાએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
સમગ્ર ઘટનાને લઇને પોલીસે ક્રિશાના નજીકના મિત્રો અને પરિવારજનોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી. દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment