આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે 23 વર્ષના એક યુવકે પોતાના ગળા પર પ્રહાર કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. મળતી માહિતી મુજબ ભરતપુર જિલ્લાના શહેરમાં શુક્રવારના રોજ સવારે મયંક ખંડેલવાલ મારા નામનો યુવક પોતાની પિતાની શાકભાજી ની દુકાને ગયો હતો.
મયંક બપોર સુધી ત્યાં હતો. જ્યારે તેના પિતા બપોરે જમવા માટે ઘરે ગયા ત્યારે મયંકે એક સુસાઈડ નોટ લખી હતી. ત્યારબાદ એના પિતા દુકાને પરત આવ્યા હતા. ત્યારે સાંજના સમયે મયંક પોતાના પિતાને ઘરે જવાનું કહીને દુકાનેથી નીકળી ગયો હતો. મયંક દુકાનેથી નીકળીને સીધો વિમલ કુંડ ગયો હતો.
ત્યાં જઈને તેને સૌપ્રથમ પોતાના ગળા પર પ્રહાર કર્યા અને ત્યારબાદ પાણીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યાર બાદ આસપાસના લોકોએ પાણીમાં તરતું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ઘટના બન્યા બાદ પરિવારજનો કહી રહ્યા છે કે મયંકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ અમે સમજી શક્યા નથી. આ ઉપરાંત પોલીસને ઘટનાસ્થળેથી મળી આવી હતી. જેમાં મયંકે લખ્યું હતું કે, સાચું કહું તો હું મારી જાતને ખૂબ જ નારાજ થઈ ગયો છું. મેં તમને બધાને ખૂબ જ પરેશાન કર્યા છે.
મારા સપના કદાચ મારી પહોંચથી મોટા છે. મમ્મી સાચું કહું ને તો હું તારા રોક ટોક ખૂબ જ નારાજ હતો. તે માટે મને કોઈની સાથે વાત કરવી પણ નથી ગમતી. આટલા સમયથી હું તારી સાથે વાત નહોતો કરતો. જેનું કારણ તારા રોક-ટોક અને 23મી એ આવતા પેપર નું ટેન્શન હતું.
હવે મારું મન પણ મારી સાથે ભરાઈ ગયું છે. So Sorry હું તમારા સપના પુરા કરી શક્યો નહીં મને માફ કરજો. આ ઉપરાંત લખ્યું હતું કે હાથ જોડીને તમને કહું છું કે, મારા ગયા બાદ કોઈપણ પ્રકારની તપાસ ન કરતા અને કોઈનો વિરોધ ન કરતા. મારા ગયા પછી તમારું ધ્યાન રાખજો. આઇ લવ યુ મમ્મી-પપ્પા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment