મિત્રો છેલ્લા થોડાક દિવસોથી વિદ્યાર્થીઓની જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જ્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. જ્યારે યુવકે આ પગલું ભર્યું ત્યારે તે એક છોકરી સાથે વિડીયો કોલ પર હતો. આ ઘટના અલ્હાબાદ માંથી સામે આવી રહી છે. અહીં તારાચંદ હોસ્ટેલમાં રહેતા આશિષ નામના યુવા કે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની તપાસમાં એ વાત સામ આવી છે કે, જ્યારે આશિષે ગળાફાંસો લગાવ્યો ત્યારે તે એક યુવતી સાથે વીડિયો કોલ પર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલના એક વિદ્યાર્થીએ પોલીસને એક વિડીયો આપ્યો છે.
વિડીયો બનાવનાર વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે, જ્યારે રૂમનો દરવાજો તોડ્યો અને અંદર પહોંચ્યા ત્યારે આશિષના મોબાઈલની લાઈટ ચાલુ હતી. કોઈ છોકરી બોલતી હોય તેવો અવાજ મોબાઈલ માંથી આવી રહ્યો હતો. આ છોકરી વારંવાર કહેતી હતી કે, કંઈક બોલ ને…કંઈક બોલ ને… ત્યારબાદ 10 થી વધારે ઓડીયો કોલ આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃત્યુ પામેલા યુવકના મોબાઈલ પર પેટન લોક છે. પોલીસે મોબાઈલ કબજે કરીને તપાસ માટે મોકલી આપ્યો છે. મોબાઈલ નો લોક ખુલ્યા બાદ ખબર પડશે કે છેલ્લી ઘડીએ શું બન્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને કરી દેવામાં આવી છે.
હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આશિષ ભાગ્યા જ રૂમમાંથી બહાર આવતો હતો. તે કેમ્પસમાં પણ ભાગ્યે જ જોવા મળતો હતો. તે અલ્હાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ન હતો તેથી અમે તેની સાથે ઓછી વાત કરતા હતા. સમગ્ર ઘટનાને લઈને એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું બજારમાં ગયો હતો અને પાંચ વાગ્યાની આસપાસ પોતાના રૂમ પર પાછો આવ્યો હતો.
જ્યારે હોસ્ટેલની 208 નંબરની રૂમની બારીમાંથી એક વિદ્યાર્થીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ અન્ય વિદ્યાર્થીઓ અને પોલીસને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મળીને રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ આશિષને નીચે ઉતારવામાં આવ્યો હતો.
મૃત્યુ પામેલા આશિષની ઉંમર 23 વર્ષની હતી. તે તારાચંદ નામની હોટલમાં 208 નંબરના રૂમમાં રહેતો હતો. આશિષના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ ખોવાઈ ગયો છે. પોલીસને રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment