રાજકોટમાં બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર માથાકૂટ થતા 2 યુવકોએ 22 વર્ષના યુવાનનો જીવ લીધો – જાણો સમગ્ર ઘટના

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી માથાકુટની ઘટનાઓ અને જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં નજીવી બાબત માથાકૂટ થતા એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.

કોઠારીયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો પરાક્રમસિંહ ધનુભા પઢીયાર નામનો 22 વર્ષીય યુવક મંગળવારના રોજ લગભગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ પોતાની બાઇક લઇને રણુજા મંદિર નજીક લારી પર ખાવાનું લેવા ગયો હતો. લારીની નજીક પરાક્રમસિંહે પોતાની બાઇક મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે ત્યાં ઉભેલા બે વ્યક્તિ હોય પરાક્રમસિંહને દૂર બાઈક પાર્ક કરવાનું કહ્યું હતું. ત્યારે પરાક્રમસિંહે બંને યુવકને કહ્યું હતું કે, જગ્યા હોવા છતાં પણ બાઈક પાર્ક શા માટે નથી કરવા દેતા. ત્યારે ત્યાં ઊભેલા બંને યુવકો ઉશ્કેરાયા હતા. બંનેએ પરાક્રમસિંહ સાથે માથાકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું.

એટલામાં તો બંને વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે પરાક્રમસિંહનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા પરાક્રમસિંહને લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ પરાક્રમસિંહનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બન્યા બાદ બન્ને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કિશન ટાંક નામના એક વ્યક્તિને ઝડપી લીધો છે. તેનો સાથીદાર ફરાર થઈ ગયેલો છે.

ફરાર થઈ ગયેલા સાથીદારના પરિવારજનોને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પરાક્રમસિંહના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રાજકોટની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી રાજકોટ શહેરમાં આવા બનાવ ખૂબ જ વધી રહ્યા છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટમાં હવે પોલીસનો ડર રહ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*