દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા શિક્ષકે ઝેરી પદાર્થ ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ મહિલા શિક્ષકના પરિવારજનો અને સ્કૂલના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ઝેરી પદાર્થ ખાઈ લીધા બાદ મહિલા શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન શિક્ષિકાનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું કે, મહિલા શિક્ષકે ચાર લોકોના ત્રાસથી કંટાળી સુસાઇડ કર્યું છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ સુસાઇડ નોટ ના આધારે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના મધ્યપ્રદેશના શુજલપુર માંથી સામે આવી રહે છે.
મૃત્યુ પામેલી મહિલા શિક્ષકની ઉંમર 22 વર્ષની હતી અને તેમનું નામ દિપાલી હતું. દિપાલી એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. આ ઉપરાંત તે બી.એ ની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. રવિવારના રોજ દિપાલીએ ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો દિપાલીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સોમવારના રોજ સારવાર દરમિયાન દિપાલીએ અંતિમ શ્વાસ લીધા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો પોલીસે સુસાઇડ નોટ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિપાલીએ 4 યુવકોને પોતાના સુસાઇડ પાછળ જવાબદાર ગણાવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે દિપાલીના પરિવારે ચાર લોકોને ઉછીના પૈસા આપ્યા હતા. પરંતુ તે પૈસા પાછા આપવાની બદલે તે ચાર લોકો દિપાલીને ધમકાવી રહ્યા હતા. જેનાથી પરેશાન થઈને દિપાલીએ સુસાઇડ કર્યું હતું તેવું તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું. આ ઉપરાંત દિપાલીએ સુસાઇડ નોટમાં બીજું ઘણું બધું પણ લખ્યું હતું. દિપાલીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃત્યુ પામેલી દીપાલી પરિવારની એકની એક દીકરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment