એક 22 વર્ષની ફેશન ડિઝાઈનર યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે કે યુવતીએ આ પગલું ભર્યું…

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક 22 વર્ષિય ફેશન ડિઝાઈનર યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 22 વર્ષીય મમતા છેલ્લા કેટલાય સમયથી તળાવમાં હતી.

સમગ્ર ઘટનાને લઇને મમતાની માતાએ જણાવ્યું કે, બુધવારે માલવિયાનગરમાં રહેતા મમતાના મિત્ર વિશાલે મમતાને મળવા બોલાવી હતી. વિશાલ ને મળ્યા બાદ મમતા ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી. વિશાલ મમતાને સતત ફોટા વાયરલ કરી નાખીશ તેવું દબાણ આપતો હતો. ત્યારબાદ ટેન્શનમાં આવીને મમતાએ આ પગલું ભરી લીધું હતું.

મળતી માહિતી અનુસાર વિશાલ મમતા સોલંકીને કહેતો હતો કે, મારી પાસે પિસ્તોલ છે. હું પિસ્તોલથી તારી દાદીમા અને તારી માતાનો જીવ લઈ લઈશ. આ કારણોસર મમતા ખૂબ જ ડરી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ મમતા જ્યાં કામ પર જતી હતી ત્યાં વિશાલ તેનો પીછો કરતો હતો. વિશાલ મમતાને સરખું જીવવા દેતો ન હતો.

તેના કારણે મમતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેવું મમતાની માતાનું કહેવું છે. મળતી માહિતી અનુસાર મમતા સોલંકી ઇન્દોરના એક શો રૂમમાં કામ કરતી હતી. પરંતુ વિશાલ મમતા અને છેલ્લા એક મહિનાથી ખૂબ જ વધારે પરેશાન કરતો હતો. તેના કારણે મમતાએ પોતાની નોકરી છોડી દીધી અને ઘરે જ રહેવા લાગી હતી.

મળતી માહિતી અનુસાર દોઢ વર્ષ પહેલા એક લગ્નમાં મમતા અને વિશાલનો પરિચય થયો હતો. ત્યારબાદ વિશાલે મમતા સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહિ પરંતુ વિશાલે મમતા સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ મમતાએ લગ્નની ના પાડી દીધી હતી. ત્યારબાદ વિશાલે મમતાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

બુધવારના રોજ મમતાના ફોટા વાયરલ કરી દઈશ તેમ કહીને વિશાલે મમતાને મળવા બોલાવી હતી. ત્યાં વિશાલે મમતા નો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. સાંજે જ્યારે મમતા ઘરે આવી ત્યારે તે ખૂબ જ ટેન્શનમાં હતી. વિશાલના ત્રાસ થી મમતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*