આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી આવી ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતા 21 વર્ષિય વિધાર્થિનીએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર આ પગલું ભરનાર વિદ્યાર્થીનું નામ ચિરાગ ગોપાલભાઈ ચૌહાણ હતું. તેની ઉંમર 21 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર હવામાન ઘટના બન્યા બાદ ગઈકાલે સાંજે ચિરાગને બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ત્યાં સાંજે સાતથી દસ વાગ્યાની વચ્ચે ચિરાગનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરીને ચિરાગ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો ચિરાગ આત્મીય કોલેજમાં ફાર્મસીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
આ ઉપરાંત ચિરાગ સરકારી ભરતીની પરીક્ષાઓ માટેની તૈયારી કરતો હતો. મળતી માહિતી અનુસાર ચિરાગ ગઈકાલે બપોરે જમીને પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો. ત્યારે સાંજે ચાર વાગ્યાની આસપાસ ચિરાગ ના પિતા ગોપાલભાઈ ઉપરની રૂમમાં કામ હોવાના કારણે રૂમમાં ગયા હતા. ગોપાલભાઈ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ ચિરાગે રૂમનો દરવાજો ખોલ્યો નહીં. ત્યારે ચિરાગ સૂતો હશે તેવું માનીને ગોપાલભાઈ નીચે આવી ગયા હતા.
15-20 મિનિટ પછી ફરીથી ગોપાલભાઈ ઉપર ગયા અને રૂમનો દરવાજો ખખડાવ્યો, ત્યારે પણ ચિરાગે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. તેથી ગોપાલભાઈને થોડીક શંકા ગઈ અને શંકાના આધારે ગોપાલભાઈ બારી ખોલીને જોયું ત્યારે રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં ચિરાગને જોયો હતો. ત્યારબાદ ગોપાલભાઈ પોતાના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી.
બારીની ગ્રીલ તોડીને રૂમની અંદર ગયા હતા અને ચિરાગને તાત્કાલિક નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં તેની સારવાર દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચિરાગે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલા ચિરાગ ના પિતા કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકના એક જવાન દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment