ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા 20 વર્ષના યુવકનું મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છ.

આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે 20 વર્ષના યુવકનું મોત થયું છે. સમગ્ર ઘટના મોડાસા માંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો 20 વર્ષનો યુવક પર્વ કેતુલ સોની ગઈકાલે ક્રિકેટ રમવા માટે ગયો હતો.

આ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તે ક્રિકેટ મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. યુવકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે ક્રિકેટ રમતી વખતે અચાનક યુવકને હાર્ટ એટેક આવ્યું હતું અને તેનું મોત થઈ ગયું હતું. માત્ર 20 વર્ષના જુવાનજોધ દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

આ પહેલા પણ હાર્ટ એટેક આવવાની ઘણી ઘટનાઓ વિશે તમે સાંભળ્યું હશે. થોડાક સમય પહેલા મોરબીમાં પણ આવી એક ઘટના બની હતી. આ ઘટનામાં ક્રિકેટ રમતી વખતે એક યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. આ ઘટનાનો તો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*