સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના બિજનૌરમાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલો વિદ્યાર્થીનો ભાઈ એક જીવ લેવાના કેસમાં જેલમાં બંધ છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે જૂની અદાવતમાં યુવકનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ શમીક હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. તે બીબીએ માં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો બુધવારના રોજ લગભગ ચાર વાગ્યાની આસપાસ તે ગેટની બહાર આવે છે ત્યારે કેટલાક લોકોએ તેના ઉપર ગોળી ચલાવી હતી અને તેનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે ચાર ટીમ બનાવી છે.
આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક યુવકની પાછળ એક આરોપી તેનો જીવ લેવા માટે દોડી રહ્યો છે. રોડ પર આવેલી દુકાનના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે શમિક કોલેજથી છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
જ્યારે તે કોલેજમાંથી બહાર નીકળે છે ત્યારે કેટલાક લોકોએ તેના પર ગોળી ચલાવી હતી. ગોળી વાગ્યા બાદ તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને ઇજાગ્રસ્ત હાલતમાં પોતાનો જીવ બચાવવા માટે કોલેજ તરફ દોડી હતો. ત્યારે આરોપીઓ તેનો જીવ લેવા માટે તેની પાછળ દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર શમિક કોલેજના ગેટ પાસે ઢળી પડ્યો હતો.
ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. ઘટનાની માહિતી મળતા જ મૃતક યુવકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર શમિકનું જીવ લેવાનું કનેક્શન 20 મહિના જૂની જીવ લેવાના કેસ સાથે જોડાયેલું છે તેવું સામે આવી રહ્યું છે.
કોલેજની બહાર દોડાવી દોડાવીને 20 વર્ષના વિદ્યાર્થીનો જીવ લેવામાં આવ્યો, જાણો શું છે જીવ લેવાનું કારણ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/LKB7HoSmCn
— GUJJU ROCKZ (@gujju_rockz) November 24, 2022
મળતી માહિતી અનુસાર પાંચ ફેબ્રુઆરી 2020 ના રોજ એક રચિત નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. રચિતનો જીવ લેવામાં મૃત્યુ પામેલા શમિકના ભાઈનો હાથ હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને જેલમાં પૂરી દીધો હતો. એ વાતનો બદલો લેવા માટે શમિકનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment