ગાંધીનગરમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

ગાંધીનગરમાં 20 વર્ષના વિદ્યાર્થીએ બુધવારના રોજ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિદ્યાર્થી ગાંધીનગરની PDPU કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે તેની એક્ઝામ હતી અને વિદ્યાર્થી એક્ઝામ માં ચોરી કરતાં પકડાઈ ગયું હતું. જેના પગલે સત્તાધીશો દ્વારા વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

એક્ઝામ પુરી થયા બાદ વિદ્યાર્થી પોતાના ઘરે ન ગયો પરંતુ તે સુધડ કેનાલ પાસે ગયો અને ત્યાં કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા અડાલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચે આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડા કરણ રેસિડેન્સીમાં રહેતા નારાયણદાસ રેલવેમાં રિઝર્વેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એકનો એક દીકરો અમન હતો. 20 વર્ષીય અમન ગાંધીનગરની PDPU કોલેજમાં બી.ટેક માં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.

ગઈકાલે તે પોતાની પરીક્ષા આપવા માટે કોલેજ આવ્યો હતો. પરીક્ષા આપતી વખતે અમન ચોરી કરતા પકડાઈ ગયું હતું. ત્યારબાદ કોલેજ દ્વારા અમનનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને અમન પર કોપી કેસ કર્યો હતો. પરીક્ષા પત્યા બાદ ઘરે જવાની જગ્યાએ અમન સુધડ નર્મદા કેનાલ પાસે પહોંચ્યો અને કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મોડી રાત થઈ ગઈ થતા પણ અમને ઘરે પરત ફર્યો નહીં. તેથી પરિવારજનોએ અમનના સંપર્ક કરવાનું શરૂ કર્યું. પરિવારજનોએ કોલેજમાં પણ અમનની પૂછપરછ કરાવી હતી. અમન ની શોધખોળ દરમિયાન અમનની બાઈક સુધડ કેનાલ નજીકથી મળી આવી હતી.

ત્યારે આજરોજ સવારે ફાયર વિભાગની ટીમને જાણ થઈ કે નર્મદા કેનાલમાં એક વ્યક્તિનું મૃતદેહ તરતો દેખાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત ઘટનાની જાણ થતા અમનનું પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*