હાલમાં બનેલી એક ચોંકાવનારી અને રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મંગળવારના રોજ એક યુવકે પિસ્તોલ વડે પોતાના પર પ્રહાર કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે પોતાનું જીવન ટૂંકાવી આપેલા પોતાના મિત્રને વિડીયો કોલ કરીને જીવન ટૂંકાવી રહ્યો છું તે વાતની જાણ કરી હતી. જ્યારે ઘટના બની ત્યારે યુવક ઘરે એકલો હતો.
પિસ્તોલના પ્રહારનો અવાજ સાંભળીને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત FSLની ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર પ્રેમ પ્રકરણ સાથે આ મામલો જોડાયેલો છે.
પોસ્ટમોર્ટમ થયા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટનાને લઇને સૌથી મોટી વાત એ છે કે, યુવક પાસેથી પિસ્તોલ ક્યાંથી આવી. આ ઘટના ચિત્તોડગઢના બેગન વિસ્તારમાં બની હતી. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ મનોજ હતો. મંગળવારના રોજ મનોજ ઘરે એકલો હતો.
ત્યારે તેને પોતાના કપાળ પર પિસ્તોલથી પ્રહાર કર્યો હતો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ ઘટના બની ત્યારે મનોજના પિતા બહાર ગયા હતા અને તેની માતા પડોશમાં એક કાર્યક્રમમાં ગીત ગાવા ગઈ હતી. આ ઘટનાની જાણ અગિયાર વાગ્યાની આસપાસ પરિવારજનોએ પોલીસને કરી હતી. મનોજ પોતાનો જીવ ટૂંકાવી આપેલા પોતાના મિત્ર રાજુને વિડીયો કોલ કર્યો હતો.
મનોજે વિડીયોકોલમાં રાજુને કહ્યું હતું કે, તે ઉપરના માળે જઈ રહ્યો છે અને ત્યાં જઈને મનોજે પોતાના પર પિસ્તોલ ચલાવી હતી. ત્યારબાદ રાજુ મનોજ ના ઘરે પહોંચ્યો હતો. મનોજ પોતાની ગામડાની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પરિવારજનોએ ના પાડી દીધી હતી.
એટલું જ નહીં પરંતુ મનોજ એ યુવતી સાથે લગ્ન કરવા જતો હતો તેને થોડાક દિવસ પહેલા ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિસ્તોલ જપ્ત કરી લીધી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મનોજ પાસે રહેલી પિસ્તોલ અંગે તેના સંબંધીઓ અને મિત્રોને પૂછ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment