હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગામમાં પોતાના ઘરની બહાર રમી રહેલો એક બે વર્ષનો માસુમ બાળક અચાનક જ ગુમ થઈ ગયો હતો. દીકરો ગુમ થઈ જતા આજે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન થોડીકવાર બાદ માસુમ બાળક એવી હાલતમાં મળી આવ્યો કે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજના એક ગામમાંથી સામે આવી રહી છે. ગામમાં રહેતો સુરેન્દ્ર કથેરીયા નામના વ્યક્તિનો બે વર્ષનો બાળક રિષભ આજરોજ સવારે ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન સુરેન્દ્ર અને તેની પત્ની સંબંધીના ઘરે જવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર પોતાના દીકરાને તૈયાર કરવા માટે તેને બોલાવવા માટે બહાર ગયો હતો.
પરંતુ દીકરો રિષભ ઘરની આસપાસ દેખાયો નહીં. ત્યાર પછી તો પરિવારના સભ્યોએ હિસાબની શોધખોળ શરૂ કરી દીધી હતી. થોડીક વાર બાદ ઘરથી લગભગ 10 મીટર દૂર આવેલા એક તળાવમાંથી રિષભ મળી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.
ત્યારબાદ હિસાબને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રિષભની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનોને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતા માતા પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની તેમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પછી પોલીસે બાળકના મોત અંગે પરિવારજનો અને ગામના લોકોને પૂછપરછ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment