IITની તૈયારી કરતા 19 વર્ષના યુવકે રાત્રે રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… પછી સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે રૂમમાં…

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીનીઓ અથવા તો વિદ્યાર્થીઓ ઘણી વખત નાની-નાની વાતમાં સુસાઇડ જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક 19 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સુસાઇડની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકનું નામ રોશન છે અને તેની ઉંમર 19 વર્ષની છે. સોમવારના રોજ રાત્રિના સમયે રોશન પોતાના પરિવારના સભ્યો સાથે સૂતો હતો.

પછી થોડીક વાર બાદ અચાનક જ રોશન ઉભો થઈને રૂમમાં ચાલ્યો ગયો હતો. પછી રોશને પંખાના હુક સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે મંગળવારના રોજ સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેને દીકરાને રૂમમાં લટકતી હાલતમાં જોયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રોશને ધોરણ 12 પૂર્ણ કર્યા હતું. હવે તે કોટામાં આઇઆઇટીની તૈયારી કરી રહ્યો હતો. હજુ થોડાક દિવસ પહેલા રોશનને માથાનો દુખાવો ઉપડ્યો હતો.

એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેવામાં રોશની અચાનક જ ગળાફાંસો ખાઈને પોતાનું ટૂંકાવી લીધું છે. રોશને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડનું ચોક્કસ કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*