મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવા ના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે એક ૧૯ વર્ષના યુવકે સાપુતારામાં પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ સનિષભાઈ દેવચંદભાઈ ગામીત હતું.
તે તાપીને સોનગઢ તાલુકાના અગાસવાણ ગામનો રહેવાસી હતો. સનિષ પોતાની ગામની એક યુવતી અને એક તરફી પ્રેમ કરતો હતો. જેથી પ્રેમમાં નિષ્ફળતા મળતાં તે નાસીપાસ થઇ ગયો હતો. ત્યારબાદ 15 જુનના રોજ તે પોતાની GJ 26 L 6798 નંબરની બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો.
આ સમગ્ર ઘટના બનતા જ યુવકના પરિવારના લોકોને ભારે ચિંતા થવા લાગી હતી અને તેમને તેની શોધખોળ કર્યા બાદ સોનગઢ પોલીસ મથકમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ અંગે પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સનિષની બાઈક સાપુતારા ટેબલ પોઇન્ટ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી.
સાપુતારા ટેબલ પોઇન્ટનો ખીણ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવે છે. જેથી પરિવારજનો અને મહારાષ્ટ્રના સુરગાણા પોલીસે સમગ્ર ઘટનાને લઇને ટેબલ પોઈન્ટના સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતી ખીણ સાઈડ તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસને ઊંડી ખીણમાંથી 19 વર્ષીય સનિષનું મૃતદેહ મળી આવ્યો હતો. તેના પિતાએ તેની ઓળખ કરી હતી. દિકરાનો મૃતદેહ જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
યુવકને પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલું ભર્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment