આજરોજ સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવતી પોતાની બહેનપણી સાથે બીએના બીજા વર્ષની પરીક્ષા આપવા જતી હતી. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો અને તેનું કરુણ મોત થયું હતું. યુવતીને એક ઝડપી કાર્ય જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે યુવતી ફંગોળાઈને રોડની બાજુના ખાડામાં પડી હતી અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ યુવતી ની બહેનપણીએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
બહેનપણીએ આ ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને કરી દીધી હતી. એટલે પરિવારના સભ્યો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ રાખી હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. રાખી બી.એ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
આજરોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ રાખી પોતાની બહેનપણી સાથે કોલેજ જવા માટે નીકળી હતી. આજે કોલેજમાં પરીક્ષા આપવાની હતી. ત્યારબાદ રાખી પોતાની બહેનપણી સાથે ગામની બહાર નીકળીને રોડની સાઈડમાં બસની વાટે ઉભી હતી. આ દરમિયાન એક ઝડપી કારે રાખીને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે રાખી ફંગોળાઈને રોડની બાજુના ખાડામાં પડી હતી. આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ રાખીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. માત્ર 19 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment