ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કોલેજની યુવતીએ સાવ એટલે સાવ નાની એવી વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું. દીકરીનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરીનું નામ વિશ્વા પુનાભાઈ ખાંડેખા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. વિશ્વા રાજકોટ શહેરના સહકારી નગરમાં આવેલા દામજી મેપા પ્લોટમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે કર્ણ સાગર કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
મળતી માહિતી અનુસાર ધુળેટીના દિવસે વિશ્વની માતાએ તેને મોબાઈલ મૂકીને પરીક્ષાનું વાંચવાનું કહ્યું હતું. આ વાતનું દીકરીને ખૂબ જ ખોટું લાગી ગયું હતું અને તેને પછી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિશ્વને પરીક્ષા નજીક આવી રહી હતી તેથી તેમની માતા ભારતી બહેને તેને મોબાઈલ મૂકીને વાંચવા બેસવાનું કહ્યું હતું. આ નાની એવી વાતનું વિશ્વને ખૂબ જ ખોટું લાગી ગયું અને તેને પોતાની રૂમમાં જઈને દરવાજો બંધ કરી પોતાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
વિશ્વએ બુધવારના રોજ સવારે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ વાતની જાણ પરિવારજનોને થતા તેમને રૂમનો દરવાજો તોડીને વિશ્વને નીચે ઉતારી હતી. ત્યારબાદ પરિવારના લોકો 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટિમે વિશ્વને ઘટના સ્થળે જ મૃત જાહેર કરી હતી.
વિશ્વા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. તેના પિતા પુનાભાઈ ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. દીકરીનું મોત થતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment