અમદાવાદમાં ધુળેટીના દિવસે મજાક મજાકમાં થયેલા ઝઘડામાં મિત્રએ મિત્રનો જીવ લઈ લીધો, લાકડા વડે 10 વખત પ્રહાર કરીને માથું ફાડી નાખ્યું… જુઓ જીવ લેવાની ઘટનાનો વિડીયો…

Published on: 10:59 am, Fri, 10 March 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાની નાની વાતમાં થયેલો ઝઘડો જીવ લેવાની ઘટના સુધી પહોંચી જતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં મજાક મજાકમાં થયેલા ઝઘડામાં મિત્ર એ જ મિત્રોનો જીવ લઇ લીધો છે.

જીવ લેવાની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર જીઆઇડીસી વસદમાં બંને મિત્રો એક સાથે કામ કરતા હતા. તહેવારના દિવસે બંને એકબીજા સાથે મસ્તી મજાક કરી રહ્યા હતા અને થોડીક વારમાં મસ્તી ઝઘડામાં બદલાઈ ગઈ હતી.

બંને છૂટ્યા પછી સાંજના સમયે એક મિત્રએ અદાવત રાખીને લાકડા વડે પોતાના મિત્રના માથાના ભાગે 10થી વધુ પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ધુળેટીના દિવસે અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીમાં મજૂરો તહેવારની મોજ માણી રહ્યા હતા.

બધા એકબીજા સાથે મોજ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન મોજ મસ્તી એક ગંભીર રૂપ ધારણ કર્યું હતું અને તેમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બધી માહિતી અનુસાર ફેક્ટરીમાં કામ કરતા દીપક નાયક અને કનુનાયક નામના વ્યક્તિ વચ્ચે મજાક મજાકમાં ઝઘડો થઈ ગયો હતો. પછી તો બંને એકબીજા ઉપર ઉશ્કેરાઈ ગયા હતા.

ત્યાર પછી ફેક્ટરીમાં અન્ય લોકોએ બંનેને છૂટા પડાવ્યા હતા. આ બનાવ બન્યા બાદ સાંજના સમયે કનુનાયક ફરીથી ફેક્ટરીમાં આવ્યો હતો. અહીં આવીને તે દીપક ને કહે છે કે તું મારી સાથે કેમ ઝઘડો કરે છો અને ત્યાં બાજુમાં પડેલું લાકડું પોતાના હાથમાં લઈને દીપકની ઉપર 10થી વખત મન ફાવે તેમ પ્રહાર કરે છે. ત્યારબાદ આસપાસના મજૂરો ત્યાં આવે તે પહેલા તો કનુનાયક ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટનામાં દિપકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અન્ય લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે દીપકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને કનુનાયકની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં ધુળેટીના દિવસે મજાક મજાકમાં થયેલા ઝઘડામાં મિત્રએ મિત્રનો જીવ લઈ લીધો, લાકડા વડે 10 વખત પ્રહાર કરીને માથું ફાડી નાખ્યું… જુઓ જીવ લેવાની ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*