દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે શુક્રવારના રોજ રાત્રે બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 17 વર્ષની એક વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના બનતા જ ગર્લ્સ હોસ્ટેલમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
આ ઘટના અજમેરની કિશનગઢની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બની હતી. શુક્રવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ યુનિવર્સિટીના બ્લોક નંબર 4 ગર્લ્સ હોસ્ટેલમાં આ બનાવ બન્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતી. ત્યારબાદ પોલીસે દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
મૃત્યુ પામેલી દીકરીનું નામ સોનાલી હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. સોનાલીએ ઓક્ટોબર મહિનામાં બીએસસી માઈક્રોબાયોલોજીમાં એડમિશન લીધું હતું. એક મહિના પહેલા તે ગર્લ્સ હોસ્ટેલ બ્લોક નંબર ચારમાં રહેવા માટે આવી હતી. શુક્રવારના રોજ સોનાલીની સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ સાંજના સમયે ભોજન અને અન્ય કામ માટે બહાર ગઈ હતી.
આ દરમિયાન સોનાલી પોતાના રૂમમાં એકલી હતી. રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ અન્ય વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના રૂમની બહાર પહોંચી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. પછી તે લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યારે તેમને શંકા ગઈ હતી.
ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ નજીકના રૂમની બાલકની માંથી સોનાલીના રૂમની બારીમાંથી ડોકિયું કર્યું હતું ત્યારે તે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને વિદ્યાર્થીનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક આ ઘટનાની જાણ હોસ્ટેલના વોર્ડન સિક્યુરિટી ગાર્ડને કરી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન ગમે તેમ કરીને બારી તોડીને રૂમની અંદર પહોંચ્યા હતા.
પછી તો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરીએ આવું પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment