આજકાલ વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. ત્યારે ધોરણ 11 માં ભણતી 17 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટુંકાવ્યું પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટના જયપુરમાં બની હતી.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવતીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ થયા બાદ યુવતીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મેડમ ને આખી સ્કૂલ સામે મારું અપમાન કર્યું છે. જેના કારણે હું આ પગલું કરું છું. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનું નામ સંગીતા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. તે બિંદાયકાની લકી પબ્લિક સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.
શનિવારના રોજ બપોરના સમયે સંગીતા ઘરે એકલી હતી. સંગીતાની માતા દૂધ લેવા માટે ગઈ હતી. જ્યારે સંગીતાની માતા ઘરે પરત ફરી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. સંગીતાની માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં.
ત્યારે દરવાજો તોડીને અંદર ગયા ત્યારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં સંગીતા જોવા મળી હતી. સંગીતા પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સંગીતા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં તમામ કામ છોડી દીધું છે. છતાં આખી સ્કૂલે મારું અપમાન કર્યું છે. હું અમારા સ્કૂલના મેડમના લીધે આ પગલું કરું છું.
મળતી માહિતી અનુસાર મેડમ દ્વારા સંગીતાને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. છેવટે મેડમના ત્રાસથી કંટાળીને સંગીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઈટ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment