બાઈકસવાર બે યુવકો સામેથી આવતી ગાય સાથે અથડાતા બંને યુવકો નીચે પડી ગયા, એક યુવક પાછળથી આવતી કારની અડફેટે આવતા કરૂણ મૃત્યુ…

Published on: 5:05 pm, Mon, 25 April 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગાય સાથે બાઇક અથડાતા બાઈક પર સવાર રોડ પર નીચે પડી ગયા હતા.

આ દરમિયાન એક યુવક પાછળથી આવતી કારની ઝપેટમાં આવી ગયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. મળતી માહિતી મુજબ ભીમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ સાગરના મકરોનીયામાં એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા.

તેમનું સ્વાગત કરવા માટે ભોપાલ રોડ પર મોટી લોકો એકઠા થયા હતા. ત્યારે 18 વર્ષે શૈલેન્દ્ર બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની બાઈકની સામે ગાય આવી જાય છે. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શૈલેન્દ્રનું મૃત્યુ થયું હતું.

જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે શૈલેન્દ્રનો મિત્રો બાઇક ચલાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ શૈલેન્દ્રનો મિત્ર બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે રસ્તા અચાનક સામે ગાય આવી જતાં બાઈક અને ગાય વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ઘટનામાં શૈલેન્દ્રને તેનો મિત્ર બંને જમીન પર પટકાયા હતા.

ત્યારે પાછળ બેઠેલો શૈલેન્દ્ર પાછળથી આવી રહેલી એક કારની અડફેટેમાં આવી ગયો હતો. શૈલેન્દ્ર લગભગ 20 ફૂટ સુધી કાર સાથે ઘસડાયો હતો. આ ઘટનામાં શૈલેન્દ્ર ગંભીર રીતે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈકસવાર બે યુવકો સામેથી આવતી ગાય સાથે અથડાતા બંને યુવકો નીચે પડી ગયા, એક યુવક પાછળથી આવતી કારની અડફેટે આવતા કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*