આજકાલ અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે સુરતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના આ બનાવ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. મળતી માહિતી મુજબ સુરતના ઇચ્છાપોર ના કવાસ આ ગામમાં મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે એક પિતાએ તેના પુત્રને ઠપકો આપ્યો હતો.
અને ત્યારબાદ પુત્રએ પિતાનો જીવ લઇ લીધો હતો. સુરત શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કવાસ ગામમાં રહેતા 40 વર્ષીય અર્જુનભાઈ ને મંગળવારના રોજ રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ હાલતમાં લાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 17 વર્ષનો પુત્ર મોબાઈલ ગેમ માં ચડી ગયો હતો અને એક દિવસ તેના પિતાએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો.
જેને લઇ લે પિતા અને પુત્ર વચ્ચે માથાકૂટ થાય ત્યારે પુત્ર એ પિતાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ સાંજે જ્યારે પિતા અને પુત્ર વચ્ચે માથાકૂટ થઈ ત્યારે પુત્રએ પિતા નું ગળું દબાવી દીધું હતું.
અને આ સમગ્ર બાબતની માતાને પણ હકીકત જણાવી ન હતી. અને આ સમગ્ર ઘટનાને લઇને માતા એ પોતે જ ફરિયાદી બની હતી.
આ સમગ્ર ઘટનાની માતાને જાણ થતા માતા પણ હચમચી ગઈ હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે કિશોરાવસ્થામાં બાળકોને ગુસ્સો ખૂબ જ આવે છે અને તેના કારણે આ સમગ્ર ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment