કપડવંજમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કપડવંજ ખાતે અઠવાડિયા પહેલા પોતાનો જીવ ટૂંક આવનાર 17 વર્ષની યુવતીના કેસમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવતીએ 7મી મેના રોજ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પડોશીઓ યુવતીને લગ્ન માટે દબાણ કરતા હતા. આ વાતથી યુવતીએ કંટાળીને 7 તારીખના રોજ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી દીકરીની માતાએ ફરિયાદ આપી છે કે, 2021ના વર્ષમાં ભરત મકવાણા નામના વ્યક્તિનો દીકરો આકાશ મારી દીકરીની પાછળ પડી ગયો હતો. આ બાબતે મારે આકાશ સાથે માથાકૂટ પણ થઈ હતી. ત્યારે તે જ સમયે આકાશની માતા એવું કહી રહી હતી કે, તમારી દીકરીને અમારા દીકરા સાથે પરણવું જ પડશે.
જો તે આવું નહીં કરે તો અમે તેને સુખ થી જીવવા નહીં દઈએ. ત્યારે ફરિયાદી પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. છતાં પણ પડોશમાં રહેતા આકાશે યુવતીને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. છેવટે પરિવારજનોએ આકાશના ત્રાસથી કંટાળીને પોતાની દીકરીને બીજી જગ્યાએ મોકલી આપી હતી.
એક તરફી પ્રેમમાં પાગલ બનેલા આકાશના સતત ત્રાસથી કંટાળીને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનામાં ભરત અંબાલાલ મકવાણા, જયશ્રીબેન ભરતભાઈ મકવાણા, આકાશ ભરતભાઈ મકવાણા અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આકાશ મકવાણાએ એક તરફી પ્રેમમાં પાગલ બનીને યુવતીને એટલો માનસિક ત્રાસ આપ્યો કે યુવતીએ 7મી મેના રોજ સવારે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ સમગ્ર ઘટનાને લઇને કપડવંજ પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આકાશ મકવાણા ફેક આઈડી બનાવીને યુવતીને ત્રાસ આપતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment