મિત્રો સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ એક વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું હતું. મૃતક વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે, મારા દીકરાના મિત્રો તેને સતત ગેમ રમવા માટે કહેતા હતા.
આ તળાવના કારણે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 16 વર્ષીય નવનીત નાયડુ નામનો બાળક અંદમાન અને નિકોબારનો રહેવાસી હતો. નવનીત કોચિંગનો સ્ટુડન્ટ હતો. રવિવારના રોજ સવારે નવનીત પોતાના રૂમમાંથી બહાર આવ્યો ન હતો. ત્યારે પીજી માલિક રૂમ જોવા આવ્યા હતા.
જ્યારે નવનીતના રૂમની તપાસ કરવામાં આવી, ત્યારે નવનીતનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ નવનીતના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઘટના કોટામાં બની હતી. ઘટના બન્યા બાદ નવનીતનું પરિવાર સોમવારના રોજ કોટા પહોંચી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પરિવારજનોની હાજરીમાં નવનીતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા નવનીતના પિતાએ પોલીસને જણાવ્યું કે, નવનીતના મિત્રો નવનીતને free fire ગેમ રમવા માટે દબાણ કરી રહ્યા હતા. નવનીતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. નવનીત પાસેથી પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. તે પોતાના ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. તે કોટામાં કોચિંગ દ્વારા NEETની તૈયારી કરી રહ્યો હતો. નવનીતના પિતા પોલીસમાં ASI છે.
મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે નવનીતે ઝેરી દવા પીધી અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. નવનીત ભણવામાં ખૂબ જ સારું હતું. પરંતુ તે અભ્યાસમાં ઓછું ધ્યાન આપતો અને free fire ગેમમાં વધારે ધ્યાન આપતો હતો. નવનીતના પિતાનું કહેવું છે કે, તેના મિત્રો સતત તેને ફ્રી ફાયર ગેમ રમવા માટે દબાણ કરતા હતા. જેના કારણે નવનીત ખૂબ જ તણાવવામાં આવી ગયો અને તેને આ પગલું ભરી લીધું.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ કહ્યું કે, 28 જૂનથી નવનીત કોચિંગમાં જઇ રહ્યો ન હતો. ગયા અઠવાડિયે બુધવારે તેની સાથે ફોનમાં વાત થઈ હતી, ત્યારે તે થોડોક અસ્તવ્યસ્ત દેખાતો હતો. તેણે કહ્યું હતું કે હું સોમવારથી કોચિંગમાં જઈશ. ત્યારે તેના પિતાને ઓનલાઈન ગેમ રમવાની શંકા થતા. પિતાએ નવનીતને સમજાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment