16 વર્ષની છોકરી બે મિત્રોને પોતાની સોસાયટીમાં બોલાવ્યા, ત્યારબાદ છોકરીના ભાઈએ પોતાના મિત્રો સાથે મળીને સોસાયટીમાં આવેલા યુવકો સાથે કર્યું એવું કે…જાણો સમગ્ર ઘટના

દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દિલ્હીમાં ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક કોમેન્ટ કર્યા બાદ એક છોકરીએ બે મિત્રોના જીવ લેવાનું કાવતરું કર્યું હતું. છોકરીએ બંને મિત્રોને ફોન પર ચેલેન્જ કરી કે તમારામાં હિંમત હોય તો મારી શેરીમાં આવીને બતાવો.

જ્યારે બંને મિત્રો છોકરીની શેરીમાં આવે છે. ત્યારે છોકરીનો ભાઈ અને તેના બે મિત્રો મળીને શેરીમાં આવેલા બંને મિત્રોનો જીવ લઈ લે છે. આ ઘટનાના તમામ આરોપીઓ સગીર છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બુધવારના રોજ રાત્રે દિલ્હીની બહાર આ ઘટના બની હતી.

આ ઘટનામાં એક 28 વર્ષીય નિખિલ અને 18 વર્ષીય સાહિલ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે છોકરીના ભાઈ અને અન્ય બે મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નિખીલ દિલ્હીના આઝાદપુર મંડીમાં લોડિંગ ફોટો ચલાવતો હતો.

સાહિલ પણ આ માર્કેટમાં કામ કરતો હતો. બંને ઈન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ સક્રિય હતા. મળતી માહિતી અનુસાર સાહિલના ઘરથી માત્ર 500 મીટર દૂર એક 16 વર્ષની છોકરી રહે છે. તે પણ ઈન્સ્ટાગ્રામ માં ખૂબ જ સક્રિય હતી. આ છોકરી રિલ્સ બનાવવાની ખૂબ જ શોખીન છે.

મળતી માહિતી અનુસાર સાહિલ અને 16 વર્ષની છોકરી એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા. ત્યારબાદ કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ સાહિલ અને 16 વર્ષની છોકરી બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની કોમ્પિટિશન શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન નિખીલ અને સાહિલે મળીને છોકરીના રિલ્સ પર વાંધાજનક કોમેન્ટ કરી હતી.

આ વિવાદ લગભગ બે મહિના પહેલા શરૂ થયો હતો. જેને લઈને છોકરીના ભાઈ પોતાના બે મિત્રો સાથે મળીને સાહિલ અને નિખિલ નો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*